Face Of Nation, 21-08-2021: ખેડા જિલ્લામાં 23 વર્ષીય અજાણી યુવતીની કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નડિયાદ સિવિલ પાસે આવેલી નહેરમાંથી યુવતીની લાશ મળી આવી છે. અંદાજિત 23 વર્ષિય યુવતીની ઓળખ થઇ નથી. યુવતીના હાથ પર હેતલ નામનું ટેટુ ત્રોફાવેલું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી લાશ બહાર કાઢી હતી. યુવતીની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત યુવતીના જમણા હાથ પર કાળો દોરો બાંધેલો છે. તેમજ યુવતીએ કાળા કલરનો ટોપ પહેરોલો છે. જ્યારે નીચે લાલ કલરનો પાયજામો પહેરેલો છે.
વાઘોડિયાના યુવક સાથે કેનાલ પર ફરવા ગયેલી સગીરાને બ્લેકમેલ કરીને પોલીસ જવાને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાવલી પોલીસ સ્ટેશનના GRD જવાને બ્લેકમેઇલ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ 3 આરોપીની ધરપકડ કર્યા પછી આજે મુખ્ય આરોપી એવા જીઆરડી જવાન અનિલ ગોહિલની પણ અટકાયત કરી લેવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે. પોલીસની ઓળખ આપી યુવતીને કારમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
3 જીઆરડી જવાન સહિત 4 મિત્રોએ યુવક અને સગારી પાસેથી 8 હજાર રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગઈ કાલે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે સગીરા પર બળાત્કાર ગુજારનાર પોલીસ જવાન હજુ ફરાર હતો. જોકે, હવે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વાઘોડિયા તાલુકાના યુવક સાથે 16 વર્ષીય સગીરા ખાખરીયા કેનાલ પર ફરવા આવી હતી. બંને કેનાલ પાસે બાઇખ પર બેઠા હતા. આ જ સમયે સાવલી પોલીસની ચેક પોસ્ટ પર ફરજ બજાવતો જીઆરડી અનિલ ગોહિલ અને તેના મિત્ર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક અને સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બંનેના માતા-પિતાને બોલાવવા પડશે, તેમ કહી બ્લેકમેલ કર્યા હતા. તેમજ પતાવટ માટે રૂપિયા આપવા પડશે, તેમ કહી પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો.
દરમિયાન આરોપીઓના બીજા બે મિત્ર જ્યેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા ફણ આવી પહોંચ્યા હતા. આ પછી તો ચારેયે તેમને ધમકાવ્યા હતા અને યુવકને માર માર્યો હતો. તેમજ ધમકાવીને 8 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ પછી જીઆરડી અનિલ સગીરાને ગાડીમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને અહીં તેની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બળાત્કાર પછી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સગીરાએ યુવકને પોતાની સાથે બળાત્કાર થયો હોવાનું જણાવતા યુવકે વાઘોડિયા જઈને પોતાના મિત્રોને આ અંગે વાત કરી હતી. આ પછી સગીરા અને યુવક સાથે મોટી સંખઅયામાં લોકો સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચારેય સામે ફરિયાદ કરતાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્યમંત્રી આરોપી હજુ ફરાર છે. પોલીસે જીઆરડી જવાનની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)