Face Of Nation, 07-11-2021: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે આગની ઘટના બની હતી. આ આગની ઘટનામાં 25 થી વધુ વાહનો બળીને ખાખ થયા છે. 25 જેટલા વાહનો સાથે કેમિકલ અને ઓઇલના બેરલોમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ પ્રસરી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.
આ આગ એટલી વિકરાળ હતી કે ઘટનાની જાણ થતાં નડિયાદ સહિત મહેમદાવાદ, અમદાવાદ, ઓએનજીસીની 8 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગની ઘટનામાં કાર, ટ્રક, સીએનજી રીક્ષા, બાઇક સહિત 25 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા તેવુ નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપરિટેન્ડન્ટ દિક્ષીત પટેલે જણાવ્યું.
આગ વિશે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીએમ માળીએ જણાવ્યું કે, ખેડા પોલીસ સ્ટેશને ગુનાના કામ અને ડિટેન કરેલા 25 થી વધુ વાહનો અને ઓઇલ અને કેમિકલના બેરલ આગમાં સ્વાહા થયા છે. આગ લાગતા આસપાસના સ્થાનિક લોકોના ટોળા પોલીસ સ્ટેશન બહાર ઉમટ્યા હતા.
ઘટનાની જાણ થતાં ખેડા ઇન્ચાર્જ એસપી અર્પિતા પટેલ પણ ખેડા પોલીસ સ્ટેશન પહોંચી અધિકારી સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)