Home News ખેડા: મહુધામાં મેઘાએ માજા મુકી,12 ઈંચ વરસાદે હાહાકાર કર્યો, દોડતું થયું તંત્ર

ખેડા: મહુધામાં મેઘાએ માજા મુકી,12 ઈંચ વરસાદે હાહાકાર કર્યો, દોડતું થયું તંત્ર

Face Of Nation:ગુજરાતના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે હવામાન વિભાગે ખેડા જિલ્લામાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી વચ્ચે જિલ્લાના મહુધામાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર સુધીર પટેલે લોકોને તકેદારી રાખવા સૂચના આપી છે. વરસાદના સંજોગોમાં બહાર નહિં નીકળવા, પાણી ભરાયા હોય એવા સ્થળો, નદી કાંઠાઓ, તળાવો, ચેકડેમોથી દૂર રહેવા, વીજ પોલ અને ટ્રાન્સફોર્મરથી દૂર રહેવા અને જરૂર લાગે ત્યારે સલામત સ્થળે ખસવા માટે સુસજ્જ રહેવા અનુરોધ કર્યો છે. આ સિવાય કલેક્ટરે તમામ તાલુકા પંચાયત તંત્ર, જિલ્લા પંચાયત તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે.તેની સાથે સાથે નડીયાદ નગરપાલિકા તંત્રને પણ એલર્ટ કર્યું છે. તમામ તાલુકા પૂર નિયંત્રણ કક્ષોને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ સાથે સતત સંપર્ક જાળવવા અને વરસાદી ઘટનાઓની સતત જાણ કરવા સૂચના આપી છે.