ફેસ ઓફ નેશન, 13-04-2020 : ખેડાના મહેમદાબાદમાં મોદજ ગામ આવેલું છે. આ ગામમાં બેન્ક ઓફ બરોડાની શાખા છે. જે ખુલે તે પહેલા ગામના લોકો આવીને બેસી જાય છે. કોરોનાને લઈને સોશિયલ ડીસ્ટન્સનું પાલન પણ થતું નથી.
કોરોનાને લઈને અપાયેલા લોકડાઉનમાં લોકો જાણે અજાણે અનેક નિયમોનો ભંગ કરે છે. ખેડાના મહેમદાબાદના એક ગામમાં પણ આવું જ કંઈક થઇ રહ્યું છે. બેંકના કામકાજને લઈને પહોંચતા લોકો બહાર ટોળે વળીને લાઈનબધ્ધ બેસી જાય છે. આ અંગે એક જાગૃત નાગરિકે ટ્વીટ કરીને ખેડા પોલીસ અને કલેક્ટરને પણ જાણ કરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોના : કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં કાલુપુર પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ