Face Of Nation 12-03-2022 : ખેલ મહાકુંભ 2022નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ તથા ધારાસભ્યો અને મંત્રીઓ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છે. ઉપરાંત ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા છે. અલગ અલગ જિલ્લામાંથી સ્કૂલના વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. પાટણ જિલ્લાના અલગ-અલગ શહેરના વિદ્યાર્થીઓ 1 વાગ્યાની આસપાસ સરદાર પટેલ સ્ટેડિયમમાં છે.
સિક્યોરિટી ચેકિંગ બાદ તમામને પ્રવેશ
પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તમામને સિક્યોરિટી ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે અંદર પાણીની બોટલ લઇ જવાની મનાઈ હોવાથી જે પાણીની બોટલ સાથે લઈને આવ્યા હોય તેઓ પાસેથી બોટલ લઈ લેવામાં આવી રહી છે.
લાઈટિંગથી ઝળહળ્યું સ્ટેડિયમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન બાદ ખેલ મહાકુંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 1100 કલાકાર પર્ફોર્મન્સ કરવાના છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં જોરદાર લાઇટિંગ અને સ્ટેજ ઊભા કરવામાં આવ્યાં છે, જ્યારે કાર્યક્રમ યોજાશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઊઠશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).