Home Religion વિશેષતા: પ્રધાનમંત્રીએ મોરબીમાં 108 ફૂટની હનુમાન મૂર્તિનું કર્યું અનાવરણ; પ્રતિમામાં 7 લાખ...

વિશેષતા: પ્રધાનમંત્રીએ મોરબીમાં 108 ફૂટની હનુમાન મૂર્તિનું કર્યું અનાવરણ; પ્રતિમામાં 7 લાખ “રામનામ” લખેલી ચિઠ્ઠીઓનો કરાયો સમાવેશ”

Face Of Nation 16-04-2022 : મોરબીના ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું આજે હનુમાન જયંતીના પાવન દિવસે પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલી અનાવરણ કરવામાં આવ્યું હતું.  પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે ખોખરા હનુમાનધામ મારા માટે ઘર સમાન છે. દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે મોરબીમાં આજે હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું વર્ચ્યુઅલી અનાવરણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળ વચ્ચે સદાયથી ખોખરા હનુમાનજી ધામની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હાલ રામકથા અને ગુજરાતમાં પ્રથમ વખત અહીં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે. જેમાં સાત લાખ રામનામ લખવામાં આવ્યા છે. આવનારા સમયમાં અહીં વાનપ્રસ્થાન ગૃહ અને અતિથિ ગૃહ પણ બનાવવામાં આવશે.
અનાવરણમાં મુખ્યમંત્રી સહિત અનેક લોકો હાજર રહ્યા
મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે.  ખોખરા ધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટ
આ પ્રતિમા મોરબીમાં બાપૂ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. આખા દેશમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ હનુમાનજીની પ્રથમ પ્રતિમા શિમલામાં 2010માં સ્થાપિત કરાઇ હતી. જ્યારે દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં બાપૂ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવેલી આ પ્રતિમાનું સતત ત્રણ વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ખોખરા હરિહરધામનું હનુમાનજીનું ભવ્ય મંદિર
મોરબીથી 15 કિમી દૂર ભરતનગર અને બેલા ગામ વચ્ચે ખોખરા હરિહરધામમાં અંદાજે સૈકાઓ જૂનું હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ ખોખરા હરિહરધામ હનુમાનજી મંદિર પ્રત્યે લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા ધરાવે છે. શરૂઆતમાં જાણીતા સંત કેશવાનંદ બાપુ તેમની હયાતી વખતે અહીં વારંવાર આવતા અને હનુમાનજીની પૂજા અર્ચના કરતા હતા. તેઓ અવસ્થતા કે થાક લાગે ત્યારે અહીં આવીને અધ્યામિક અને માનસિકને શાંતિ અનુભવતા હોવાથી હનુમાનજીને ડોક્ટરની ઉપાધી આપી હતી. ત્યારબાદ સીતારામબાપુ આ ખોખરાધામમાં રહીને પૂજા અર્ચના કરતા હતા. હવે ખોખરાધામમાં કેશવાનંદ બાપુના શિષ્ય અને જાણીતા કથાકાર કનકેશ્વરી દેવી આશરે 8 વર્ષથી હનુમાનજીની સેવાપૂજા કરે છે અને તેમના સાનિધ્યમાં ખોખરાધામ માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક જ નહીં પણ વિવિધ સેવાપ્રવૃત્તિ પણ થાય છે. ખોખરાધામમાં સંસ્કૃત વેદ વિદ્યાલય ચાલે છે. જેમાં હાલ 100 બાળકો સંસ્કૃત વિષ્યનું જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત આરોગ્ય કેમ્પ અને અન્નક્ષેત્રે તેમજ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન પણ વારંવાર યોજાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).