Face Of Nation 13-05-2022 : ઉત્તર કોરિયામાં ગુરુવારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. ત્યાર પછી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ઈમજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જે વ્યક્તિમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તે ઘણા દિવસોથી તાવથી પીડિત હતો. તપાસ બાદ સામે આવ્યું કે તે ઓમિક્રોન વેરિયન્ટની ચપેટમાં આવ્યો છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) પ્રમાણે, પહેલો કેસ સામે આવ્યા બાદ કિમ જોંગ ઉને અધિકારીઓ સાથે બેઠક કરી અને સંક્રમણને રોકવા માટે કડક પગલા ભરવાના આદેશ આપ્યા છે. સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે પ્યોંગયાંગને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તો બીજીતરફ ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યા બાદ ઉત્તર કોરિયાની સરહદો પર સુરક્ષા વધારવામાં આવી છે. કિમ જોંગ ઉનને અધિકારીઓને આદેશ આપ્યા છે કે બહારથી આવનારા લોકોની ઉંડી તપાસ કરવામાં આવે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).