Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો નોંધાયા… જાણો અહીં ક્લિક...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો નોંધાયા… જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 15-09-2021: દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,176 નવા કેસ નોંધાયા છે અને 284 લોકોના મોત થયા છે. જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા છે. મંગળવારે 25,409 કેસ અને 339 લોકોના મોત થયા હતા. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સોમવારે 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 15,876 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 129 લોકોના કોરોનાથી મોત થયા છે અને 25,654 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,98,865 છે. જ્યારે કુલ મૃત્યુ આંક 22,779 છે. જ્યારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 15.12 ટકા છે.

કુલ કેસઃ 3 કરોડ 33 લાખ 16 હજાર 755
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 25 લાખ 22 હજાર 171
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 51 હજાર 087
કુલ મોતઃ 4 લાખ 43 હજાર 497
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)