Home Uncategorized ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટયો! રાજ્યમાં 7476 નવા કેસ, અમદાવાદમાં 2903 પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટયો! રાજ્યમાં 7476 નવા કેસ, અમદાવાદમાં 2903 પોઝિટિવ

Face of Nation 11-01-2022:  ગુજરાતાં તમામ જિલ્લાઓમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7476 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 37,238એ પહોંચી ચૂકી છે. જ્યારે સુરત અને પોરબંદર અને વલસાડમાં 1-1 દર્દીઓએ દમ તોડતા આ વૈશ્વિક મહામારીમાં સત્તાવારપણે કોવિડ-19થી થયેલા મૃતકોની સંખ્યા 10,132એ પહોંચી છે.

ગુજરાતમાં રોજેરોજ ઉમેરાતા નવા કેસમાં આજે ખુબ જ મોટો વધારો નોંધાયો છે. પરંતુ ઓમિક્રોનનો આજે એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 264 છે.

જણાવી દઇએ કે, થર્ડવેવમાં દૈનિક નોંધાતા કેસોમાં બેથી ત્રણ ટકા દર્દી ફરીથી કોવિડ-19 પોઝિટિવ આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં પોણા બે વર્ષમાં અત્યાર સુધીમાં સરકારી રેકર્ડ ઉપર કુલ 8 લાખ 28 હજાર 406ને કોરોના થયો છે. ઓમિક્રોન વેરિઅન્ટના કોમ્યુનિટી સ્પ્રેડને જાન્યુઆરીના છેલ્લા અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી દૈનિક કેસોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 2903, સુરતમાં 2124, વડોદરામાં 606, રાજકોટમાં 319, વલસાડમાં 189, ભાવનગરમાં 152, ગાંધીનગરમાં 182, કચ્છમાં 121, મહેસાણામાં 108, ભરૂચમાં 92, આણંદમાં 88, જામનગરમાં 129, ખેડામાં 71, નવસારીમાં 69, મોરબીમાં 57, સાબરકાંઠામાં 56, સુરેન્દ્રનગરમાં 42, જૂનાગઢમાં 26, પંચમહાલમાં 24, અમરેલી 21, બનાસકાંઠામાં 21, મહિસાગર 20 કેસ નોંધાયા છે. ત્યાં જ રાજ્યમાં ઓમિક્રોનના આજે એક પણ કેસ નહીં વેન્ટિલેટર ઉપરના દર્દીઓની સંખ્યા વધીને 34 થઈ છે. આ સાથે જ રાજ્યના કુલ 37,238 એક્ટિવ કેસો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).