Home News કોણ છે ભૂપેન્દ્ર પટેલ? જાણો તેમની રાજકીય કારકિર્દી, આનંદીબહેનના વિશ્વાસુ ગણાતા લોકોમાંથી...

કોણ છે ભૂપેન્દ્ર પટેલ? જાણો તેમની રાજકીય કારકિર્દી, આનંદીબહેનના વિશ્વાસુ ગણાતા લોકોમાંથી એક

Face Of Nation, 12-09-2021:વિજય રૂપાણીએ સીએમ પદથી રાજીનામુ આપ્યા બાદ ખાલી પડેલી સીમના પદ માટે મોવડી મંડળે આખરે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર રજનીકંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેનિન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકારની એટલી હદે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા કે કેબિનેટ સુદ્ધામાં પણ સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી

ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય
આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયા બેઠક પરથી લડ્યા ચૂંટણી હતા
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શશિકાંત પટેલ સામે 1.17 લાખ મતની લીડ સાથે જીત્યા હતા
ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે
અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા
પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ
ભૂપેન્દ્ર પટેલ આનંદીબહેનના વિશ્વાસુ
ભાજપના પાયાના કાર્યકર

ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં આનંદીબેનના નજીક ગણાતા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાંથી બાદબાકી કરવામાં આવી હતી. આ સમયે કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતુ કે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)