Face Of Nation, 24-08-2021: કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી અને આ દરમિયાન નિષ્ણાતોએ નવા સુપર સ્ટ્રેનના ખતરાનો ભય વ્યક્ત કર્યો છે. ઇમ્યુનોલોજિસ્ટ્સને ડર છે કે કોવિડ-22 સુપર સ્ટ્રેન પહેલા કરતા વધુ ઘાતક હશે અને આવનારા સમયમાં તેના કેસો સામે આવી શકે છે.
નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ‘કોવિડ-22’ સ્ટ્રેન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ જીવલેણ હોઈ શકે છે. અત્યાર સુધી, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક અને સંક્રામક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ‘કોવિડ-22’ નામનો નવો વેરિએન્ટ હાલના ઘાતક ડેલ્ટા વેરિએન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે.
કોવિડ-22 નામ અથવા આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ સ્વિટઝરલેન્ડના ETH જ્યૂરિચમાં Systems and Synthetic Immunology ના એસોસિએટ પ્રોફેસર સાંઇ રેડ્ડી દ્વારા કરવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, સાંઈ રેડ્ડીએ ચેતવણી આપી છે કે વર્ષ 2022 માં કોવિડનું નવું સ્વરૂપ દેખાઈ શકે છે અને તે એક મોટો ખતરો સાબિત થશે. જો કે, તેમણે માત્ર તેના વિશેની આશંકા વ્યક્ત કરી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)