Home News રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો, આજે 26 નવા કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો, આજે 26 નવા કેસ

Face Of Nation, 14-10-2021:  કોરોના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકના સામે આવેલા આંકડા પ્રમામે ગુજરાતમાં બુધવાર કરતા ગુરૂવારે કોરોના કેસ વધી ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે બુધવારે સામે આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 26 કેસ સામે આવ્યા હતા. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 244 પર પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10 હજાર 86 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 943 લોકો સાજા થઈ ગયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ અને વલસાડમાં કોરોના કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ સામે આવ્યા છે તો વલસાદમાં પણ સાત કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં કુલ 9 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં ત્રણ, જૂનાગઢ, કચ્છ, નર્મદામાં બે-બે કેસ નોંધાયા છે. મહેસાણા અને નવસારીમાં એક-એક કેસ સામે આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ફરી 200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસ 215 છે, જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10 હજાર 86 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 943 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા છે.

ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં કોરોના વેક્સીનના 3 લાખ 33 હજાર 430 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 6 કરોડ 59 લાખ 98 હજાર 048 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)