Home News છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના કેસમાં વધારો, જાણો એક ક્લિક પર

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના કેસમાં વધારો, જાણો એક ક્લિક પર

Face Of Nation, 18-11-2021: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 41માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 144માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 11,919 નવા કેસ નોંધાયા છે અને 470 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,242 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,28,762 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6849 કેસ નોંધાયા છે અને 61 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 6046 લોકો સાજા થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 113 કરોડને પાર પહોંચ્યો છે. બુધવારે 10,197 નવા કેસ નોંધાયા હતા અને 301 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતોભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 69 હજાર 652
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 73 હજાર 161
એક્ટિવ કેસઃ 1 લાખ 28 હજાર 762
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 64 હજાર 426 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)