Home News ગુજરાતમાં આજે કોરોનાના નવા 22 કેસ, કેસમાં અચાનક ઘટાડો આવ્યો

ગુજરાતમાં આજે કોરોનાના નવા 22 કેસ, કેસમાં અચાનક ઘટાડો આવ્યો

Face Of Nation, 21-11-2021: ગુજરાતમાં આજે કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 35 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,16, 805 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુકી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 1,26,420 રસીના ડોઝ પણ આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 310 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 307 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,805 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10091 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. આજે વડોદરા કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ 2, રાજકોટ કોર્પોરેશન 2, વલસાડ 2 અને નર્મદામાં 1 નાગરિકનું મોત થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત થઇ ચુક્યાં છે.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5ને પ્રથણ જ્યારે 760 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4394 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 29324 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13300 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 78637 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ રીતે આજના દિવસમાં 1,26,420 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 7,71,06,234 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)