Home Uncategorized દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજાર નવા કેસ, 403 લોકોના થયા મૃત્યુ…

દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજાર નવા કેસ, 403 લોકોના થયા મૃત્યુ…

Face Of Nation, 22-08-2021: દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજાર 948 નવા કેસ સામે આવ્યા છે, તો 403 લોકોના મૃત્યુ થયા છે. આવો જાણીએ દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ શું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 38 હજાર 487 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનારાની સંખ્યા વધીને ત્રણ કરોડ 16 લાખ 36 હજાર 469 થઈ ગયા છે. તો એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3 લાખ 53 હજાર 398 રહી ગઈ છે.

આંકડા પ્રમાણે દેશમાં કોરોનાથી અત્યાર સુધી ત્રણ કરોડ 24 લાખ 24 હજાર 234 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધી 4 લાખ 34 હજાર 367 લોકોના મૃત્યુ થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)