Home Uncategorized ગુજરાતમાં કોરોના બેકાબુ, પોઝિટિવ કેસનો આંકડો જોઈને આંખો પહોળી થઇ જશે

ગુજરાતમાં કોરોના બેકાબુ, પોઝિટિવ કેસનો આંકડો જોઈને આંખો પહોળી થઇ જશે

Face of Nation 08-01-2022:  ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં 5677 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1359 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને 96.14 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 3,07,013 વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.

રાજ્યમાં હાલ 22901 એક્ટિવ કેસ છે. 96.14 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં આજે ઓમિક્રોનનો 32 કેસ નોંધાયો નથી. જ્યારે 7 ઓમિક્રોનના દર્દી સાજા થયા છે.

અમદાવાદમાં સૌથી વધુ 2521 કેસ, સુરતમાં 1578, રાજકોટમાં 166, વડોદરામાં 271, ગાંધીનગરમાં 51, જામનગરમાં 53, જૂનાગઢમાં 36, ભાવનગરમાં 62, વલસાડમાં 116, આણંદમાં 87, ખેડામાં 64, કચ્છમાં 63, ભરૂચમાં 41, નવસારીમાં 26, મહેસાણામાં 41, મોરબીમાં 26, સાબરકાંઠામાં 08, અમરેલીમાં 19, બનાસકાંઠામાં 14, દાહોદમાં 21, પંચમહાલમાં 13, અરવલ્લીમાં 08, દ્વારકામાં 13, મહીસાગરમાં 14, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 13, તાપીમાં 5, નર્મદામાં 0 અને પાટણમાં 2 કેસ નોંધાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).