Home News દેશમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

દેશમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

Face Of Nation, 13-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 15,823 નવા કેસ નોંધાયા છે અને 226  સંક્રમિતોના મોત થયા છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,07,653 પર પહોંચી છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7823 અને 106 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 01 હજાર 743

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 33 લાખ 42 હજાર 901

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 07 હજાર 653

કુલ મોતઃ 4 લાખ 51 હજાર 189

દેશમાં અત્યાર સુધીમાં 96,43,79,212 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 50,63,845 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં લદાખ , હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ગોવા, દાદરા અને નગર હવેલી, અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)