Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના 15,981 નવા કેસ નોંધાયા, અને આટલા...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના 15,981 નવા કેસ નોંધાયા, અને આટલા મુત્યુના આંકડા નોંધાયા

Face Of Nation, 16-10-2021:  ભારતમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 15,981 નવા કેસ નોંધાયા છે અને 166  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,861 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,01,632 પર પહોંચી છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 8867 અને 67 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 53 હજાર 573

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 33 લાખ 99 હજાર 961

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 01 હજાર 632

કુલ મોતઃ 4 લાખ 51 હજાર 980

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)