Face Of Nation, 30-09-2021: દેશમાં વળી પાછો કોરોના ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસમાં 24.7 ટકાનો વધારો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા 23 હજારથી વધુ કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,529 કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 18,870 દર્દીઓ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,37,39,980 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 2,77,020 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 28,718 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 3,30,14,898 પર પહોંચી ગઈ છે.
India reports 23,529 new #COVID19 cases, 28,718 recoveries and 311 deaths in last 24 hours, as per Union Health Ministry
Active cases: 2,77,020
Total cases: 3,37,39,980
Total recoveries: 3,30,14,898
Death toll: 4,48,062Total vaccination: 88,34,70,578 (65,34,306 in last 24 hrs) pic.twitter.com/BVeocY7t4j
— ANI (@ANI) September 30, 2021
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 311 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,48,062 પર પહોંચી ગયો છે. ગઈ કાલે દેશમાં કોરોનાથી 378 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.85% છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 1.74% અને ડેઈલી પોઝિટિવિટી રેટ 1.56% છે. જે છેલ્લા 31 દિવસથી 3 ટકા નીચે યથાવત છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ કોરોનાને પછાડવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 88,34,70,578 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 65,34,306 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)