Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 10,853 નવા કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 10,853 નવા કેસ

Face Of Nation, 07-11-2021:  ભારતમાં કોરોના વાયરસનો કહેર હજુ જોવા મળી રહ્યો છે. જોકે નવા મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10,853 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 526 લોકોના મોત થયા છે. જે બાદ મૃતકોની સંખ્યા 4 લાખ 60 હજાર 791 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,432 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,44,845 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 37 લાખ 49 હજાર 900 લોકો ઠીક થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઈકાલે 28 લાખ 40 હજાર 174 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે બાદ અત્યાર સુધીમાં 108 કરોડ 21 લાખ 66 હજાર 365 લોકોને વેક્સિનના ડોઝ લાગી ચુક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)