Home News આજે ગુજરાત રાજ્યમાં આવ્યા એટલા કેસ, વધુ જાણવા ક્લિક કરો

આજે ગુજરાત રાજ્યમાં આવ્યા એટલા કેસ, વધુ જાણવા ક્લિક કરો

Face Of Nation, 11-11-2021:  દિવાળીની ખરીદી અને ટુરિઝમ દરમ્યાન લોકોની બેદરકારી વધવાના કારણે અને લોકોએ હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી, પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આજે પણ સમગ્ર રાજ્યમાં 40 કેસો નોંધાતા તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. શહેરમાં એક દિવસમાં જ 16 નવા કેસ નોંધાતા તબીબોની ચિંતામાં વધારો થયો છે. જો લોકો હજી પણ બેદરકારી રાખશે તો કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું.

ગુજરાતમાં આજના કોરોના વાયરસના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 14 કેસ નોધાયા છે, ત્યારબાદ અનુક્રમે વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને સુરતમાં 3-3 કેસ નોંધાયા છે. આ સિવાય જૂનાગઢ અને  વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)