Face Of Nation, 09-11-2021: રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 20 નવા કેસ સામે આવ્યા છે. 28 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 4,86,262 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝન છતા સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 209 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 205 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,485 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, રાજકોટ, વડોદરા, જુનાગઢ કોર્પોરેશનમાં 2-2 અને ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરત કોર્પોરેશન, સુરેન્દ્રનગર અને વડોદરા 1-1 કેસ નોંધાયા છે.
હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7 ને રસીનો પ્રથમ જ્યારે 739 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8749 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 114296 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષા નાગરિકો પૈકી 26169 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 336302 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 4,86,262 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 7,24,64,058 નાગરિકોનું રસીકરણ થયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)