Face Of Nation 25-11-2021: રાજ્યમાં ફરી એકવાર આજે કોરોનાના નવા કેસમાં ગઈકાલ (બુધવાર) કરતા ઘટાડો નોંધાયો છે. આજે 31 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,16,920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં 5,16,054 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 315 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 309 નાગરિકો સ્ટેબલ છે. 8,16,920 નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. એક નાગરિકનું નવસારીમાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
આજના ગુજરાતમાં નવા કોરોના પોઝિટીવ કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 3, જામનગર 2, કચ્છ 2, નવસારી 2, વડોદરા 2, ભરૂચ 1, ગીર સોમનાથ 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.
બીજી તરફ જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1655 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13296 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ, 126529 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38712ને રસીનો પ્રથમ જ્યારે 335852 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 5,16,054 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 7,89,52,203 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)