Home Uncategorized દેશમાં કોરોનાના નવા 36,571 કેસ નોંધાયા, 540 દર્દીના મોત

દેશમાં કોરોનાના નવા 36,571 કેસ નોંધાયા, 540 દર્દીના મોત

Face Of Nation, 20-08-2021 : દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો ખતરો હજુ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 36 હજાર 571 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 540 લોકો મૃત્યુ પામ્યા હતા. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 63 હજાર 605 થઈ ગઈ છે, જે છેલ્લા 150 દિવસમાં સૌથી ઓછી છે.

રસીના 57.16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલી કોરોના રસી ડોઝની કુલ સંખ્યા 57.16 કરોડને વટાવી ગઈ છે, જેમાં ગુરુવારે આપવામાં આવેલા 48 લાખથી વધુ ડોઝનો સમાવેશ થાય છે. રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કાની શરૂઆત બાદ 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વયજૂથના કુલ 21,13,11,218 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને કુલ 1,79,43,325 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 57,16,71,264 ડોઝ આપવામાં આવ્યા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર ભારતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે. ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 17 લાખથી વધુ પરીક્ષણો સાથે ભારતે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 50 કરોડ સેમ્પલના ટેસ્ટ કર્યા છે. છેલ્લા 55 દિવસમાં 10 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 21 જુલાઈએ ભારતે 45 કરોડ કોવિડ સેમ્પલના ટેસ્ટ કર્યા હતા અને 18 ઓગસ્ટના રોજ 50 કરોડના આંકડાને સ્પર્શી ગયું હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)