Home Uncategorized દેશમાં ત્રીજી લહેરના ભણકારાઃ જાણો અહીં ક્લિક કરી છેલ્લા 24 કલાકમાં...

દેશમાં ત્રીજી લહેરના ભણકારાઃ જાણો અહીં ક્લિક કરી છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?

Face Of Nation, 28-08-2021: નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારતમા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. એવામાં જે રીતે કેસો ફરી વધી રહ્યા છે તે આ ચેતવણીના સંકેત પણ આપી રહ્યા છે. કોરોના વાયરસના નવા કેસ ફરી 40 હજારને પાર જતા રહ્યા છે. તે સાથે જ એક્ટિવ કેસો પણ એટલી જ ઝડપથી વધવા લાગ્યા છે. જેને પગલે ત્રીજી લહેરની ચેતવણી સાચી ઠરી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,759 નવા કેસ નોંધાયા છે અને 31,374 લોકો સાજા થયા છે. જ્યારે 509 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા 44658 કેસ સામે આવ્યા હતા. આ સાથે જ એક્ટિવ કેસો પણ વધીને 3.59 લાખને પાર પહોંચી ગયા છે. એટલુ જ નહીં આ સપ્તાહે એક્ટિવ કેસની ટકાવારી 1 ટકા હતી તે હવે વધીને 1.06 ટકાએ પહોંચી ગઇ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3,26,49,947

કુલ રિકવરીઃ 3,18,52,802

ઓક્ટિવ કેસઃ 3,59,775

કુલ મૃત્યુ આંકઃ 4,37,370

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)