Home News આજે પણ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો યથાવત, જાણો આજના ભાવ

આજે પણ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો યથાવત, જાણો આજના ભાવ

Face Of Nation, 24-10-2021: તહેવારની સીઝન આવી ચૂકી છે ત્યારે દેશમાં અને રાજ્યમાં સતત પેટ્રોલનો ભાવ વધારો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ રૂ. 104ને પાર પહોંચી ચૂક્યા છે. રાજ્યમાં આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો થયો છે તો સાથે જ ડીઝલના ભાવમાં પણ 38 પૈસાનો વધારો નોંધાયો છે.

રોજ વધતા નવા ભાવને લઈને સુરતમાં પેટ્રોલ રૂ.104.08, ડીઝલ રૂ.103.74 સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.104.29 ડીઝલ રૂ. 103.86 સુધી મળી રહ્યું છે. ભાવનગરમાં પેટ્રોલ રૂ. 105.94, ડીઝલ રૂ.105.49, રાજકોટમાં પેટ્રોલ રૂ. 104.00, ડીઝલ રૂ.103.59 તો વડોદરામાં પેટ્રોલ રૂ. 103.91, ડીઝલ રૂ. 103.48 સુધી પહોંચી ચૂક્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળ્યા છે. તહેવારોમાં લોકોને ક્યાંય ફરવા જવું હોય તો વિચાર કરવો પડે તેટલી હદે ભાવ વધી ગયા છે. બેસતા વર્ષના દિવસે સગા-સ્નેહીના ઘરે ચાર વ્યક્તિના કુટુંબને બે ટુ વ્હીલરમાં જવાનું મોંઘું પડી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)