Face Of Nation, 30-10-2021: ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. તો હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી. ગાંધીનગર અને નલિયામાં લધુત્તમ 17 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં હજુ વધારો થઇ શકે છે.
અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં ઠંડીની ધીરે ધીરે શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે હવે ઓક્ટોબરના અંતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે.
ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન નીચે જવાની શરૂઆત થઈ ગઈ છે. તો કેટલાક શહેરોમાં હાડ થીજવતી ઠંડીના દિવસો આવી ગયા છે. અહી બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે, જેથી લોકો પણ ઠંડીમાં ઠુઠવાઈ રહ્યાં છે. તો હવે તો ઠંડીની શરૂઆત છે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાય હતુ જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું છે. નલીયામાં ગઈ કાલે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ભુજનુ 20.8 ડિગ્રી, મહુવાનું 20.7 ડિગ્રી અને કેશોદનું 20.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 33થી 24 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)