Home News ગુજરાતમાં કોરોનાનો વધતો પ્રકોપ, આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો વધતો પ્રકોપ, આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા

Face of Nation 02-01-2022:  રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધીર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 141 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.22 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના 1,01,471 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 4753 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 નાગરિકો વેન્ટીલેટર પર છે. 4747 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10120 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે વલસાડમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 396, સુરત કોર્પોરેશન 209, વડોદરા કોર્પોરેશન 64, રાજકોટ કોર્પોરેશન 40, ખેડા 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશન 14, સુરત 14, ભરૂચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન 4-4, મહીસાગર 4, દેવભુમી દ્વારકા, મહેસાણા, મોરબી, તાપીમાં 3-3, બનાસકાંઠા, જામનગર, જામનગર કોર્પોરેશન, પંચમહાલ, સાબરકાંઠા 2-2 અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 968 કેસ નોંધાયા છે.

જો રસીણકરની વાત કરીએ તો રાજ્યમા હેલથકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1 ને રસીનો પ્રથમ અને 179  વર્કરને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2411 નાગરિકોની રસીનો પ્રથમ 20875 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9430 નાગરિકોને રસીનો પ્રથમ અને 68575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,96,88,888 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).