Home Uncategorized દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા, 375 દર્દીના મોત

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા, 375 દર્દીના મોત

Face Of Nation, 21-08-2021 :ભારતમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 હજાર 457 નવા કેસ નોંધાયા છે. 375 કોરોના સંક્રમિત દર્દીઓ આ સમયગાળા દરમિયાન મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન, એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં 3 લાખ 61 હજાર 340 એક્ટિવ દર્દીઓ છે. આ આંકડો 151 દિવસમાં સૌથી ઓછો છે.

હાલમાં દેશભરમાં કુલ 3,61,340 એક્ટિવ કેસ છે, જે છેલ્લા 151 દિવસોમાં સૌથી ઓછા છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસ રેટ 1.12 ટકા છે. તે માર્ચ 2020 થી પણ ઓછા છે. દેશમાં રિકવરી રેટ વધીને 97.54 ટકા થયો છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 36,347 લોકો આ રોગચાળામાંથી સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3,15,97,982 લોકો આ રોગચાળામાંથી સાજા થયા છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર 1.98 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 57 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે. દૈનિક પોઝિટિવીટી દર પણ 2 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 26 દિવસથી ત્રણ ટકાથી નીચે નોંધાઈ રહ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)