Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો અને મોતના આંકડા નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો અને મોતના આંકડા નોંધાયા

Jammu: Health officials disinfect a street as part of measure to contain coronavirus pandemic, in Jammu, Saturday, March 14, 2020. (PTI Photo)(PTI14-03-2020_000056B)
Face Of Nation, 02-10-2021: દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે. પણ આ બધા વચ્ચે કેરળથી આવેલી ખબરે ચિંતા વધારી  દીધી છે. આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પોઝિટિવિટી રેટ ફરીથી વધવા લાગ્યો છે. હાલ દેશમાં કોરોનાના જેટલા નવા કેસ સામે આવે છે તેમાં કેરળનો ભાગ લગભગ 60 ટકા જેટલો છે. આ જ હાલ પૂર્વોત્તર રાજ્ય મિઝોરમના પણ છે. અહીં પણ પોઝિટિવિટી રેટ ખુબ વધારે થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,354 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં 26,727 નવા દર્દીઓ નોંધાયા હતા. હાલ દેશમાં 2,73,889 દર્દીઓ સારવાર  હેઠળ છે. જે 197 દિવસનો સૌથી ઓછો આંકડો છે. દેશમાં કોરોનાથી 234 લોકોના મોત થયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 97.86 છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)