Home News સતત વઘતા કેસોથી ત્રીજી લહેરના ભણકારા, દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા કેસ...

સતત વઘતા કેસોથી ત્રીજી લહેરના ભણકારા, દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાયા

Face Of  Nation, 05-09-2021: ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કોરોના કેસ આવ્યા અને 328 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 38,399 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 4367 એક્ટિવ કેસ વધ્યા છે. રિકવરી રેટ 97.42 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 29,682 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 142 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 68 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 88 હજાર 673

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ 38 હજાર 92

કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 10 હજાર 48

કુલ મોતઃ 4 લાખ 40 હજાર 533 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)