Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી વધ્યા કોરોનાના એક્ટિવ કેસ, જાણો અહીં ક્લિક...

દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી વધ્યા કોરોનાના એક્ટિવ કેસ, જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 26-09-2021: દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ફરીથી વધારો થયો છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,326 નવા કેસ અને 260 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,031 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2034 વધી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 16,671 નવા કેસ નોંધાયા હતા અને 120 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46,14,594 થઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 24,438 પર પહોંચ્યો છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 52 હજાર 745

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 02 હજાર 351

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 03 હજાર 476

કુલ મોતઃ 4 લાખ 46 હજાર 918

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)