Home Uncategorized દેશમાં 24 કલાકમાં કોરોનાના 45,083 નવા કેસ, આટલા દર્દીનાં મોત

દેશમાં 24 કલાકમાં કોરોનાના 45,083 નવા કેસ, આટલા દર્દીનાં મોત

Defend against viral diseases with an adequate defensive system. 3D Rendering

Face Of Nation, 30-08-2021:  દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી એકવાર વધારાનો ટ્રેન્ડ શરૃ થયો છે ત્યારે રવિવારે દેશમાં કોરોના સંક્રમણના ૪૫,૦૮૩ નવા કેસ નોંધાયા હતાં અને આ ગાળા દરમિયાન ૪૬૦ દર્દીના મોત નોંધાયા છે. જો કે નવા કેસના મોરચે શનિવારની તુલનાએ રવિવારે સંખ્યા ઘટીને આવી છે શનિવારે ૪૬,૭૫૯ નવા કેસ નોંધાયા હતાં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, રવિવારે ૩૫,૮૪૦ દર્દીઓ સાજા થઇ ગયા હતાં જેની સાથે દેશમાં રિકવરી રેટ ૯૭.૫૩ ટકા ઉપર પહોંચ્યો છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૩,૬૮,૫૫૮ છે. દરમિયાન આઈસીએમઆરના જણાવ્યા અનુસાર શનિવારે દેશમાં કોરોના વાઇરસ માટે ૧૭,૫૫,૩૨૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. રવિવાર સુધીમાં દેશમાં કુલ ૫૧,૮૬,૪૨,૯૨૯ સેમ્પલ ટેસ્ટ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન હિમાચલપ્રદેશમાં તેની વેક્સિન લેવાની પાત્રતા ધરાવતી ૧૦૦ ટકા વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે તેમ હિમાચલ સરકારે જણાવ્યું હતું.

આ દરમિયાન દેશમાં સૌથી વધારે સંક્રમિતો ધરાવતાં રાજ્ય કેરળમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા ૩૦,૦૦૦ની ઉપર જળવાઇ રહ્યા બાદ રવિવારે ૨૯,૮૩૬ નવા કેસ નોંધાયા હતાં. કેરળમાં કોરોના ટેસ્ટનો પોઝિટિવ રેટ ૨૦ ટકાની નજીક પહોંચી ગયો છે અને ૨૪ કલાકમાં કુલ મોત ૭૫ નોંધાયા હતાં. રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે લોકોમાં થર્ડ વેવનો ડર ઊભો થયો છે. પાછલા પાંચ દિવસમાં આ રાજ્યમાં દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે આગામી સપ્તાહથી નાઇટ કરફ્યૂ પણ લાદી દીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)