Home News આજે રાજ્યના 29 જિલ્લા અને 5 મનપામાં Covid-19ના શૂન્ય કેસ, 62 હજારનું...

આજે રાજ્યના 29 જિલ્લા અને 5 મનપામાં Covid-19ના શૂન્ય કેસ, 62 હજારનું થયું રસીકરણ

Face Of Nation, 03-10-2021: અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,14,44,354 ડોઝ આપવામાં આવ્યા છે. પ્રતિકાત્મક તસવીર
રાજયમાં 3 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 29 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 27 કેસ ફક્ત 4 જિલ્લા અને 3મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 06, સુરત શહેરમાં 8, સુરત જિલ્લામાં 3, વલસાડમાં 3, ખેડામાં 1, નવસારીમાં 1, વડોદરા શહેરમાં 1 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યમાં 3 ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 180 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 176 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 740 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.
રાજ્યમાં આજે 3 ઓક્ટોબરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 62,842 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 20,349 લોકોનું રસીકરણ થયું છે.
આ પૈકી અમદાવાદ શહેરમાં 20,349 વ્યક્તિને રસી આપવામાં આવી છે જ્યારે સુરત શહેરમાં 3644, ભાવનગરમાં 3469ને, અમદાવાદ જિલ્લામાં 2093ને, ગીરસોમનાથમાં 4439, બનાસકાંઠામાં 3316ને, વલસાડમાં 1651ને, દાહોદમાં 2668ને, પંચમહાલમાં 2918ને રસી આપવામાં આવી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)