Face Of Nation, 02-09-2021: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 10 નવા કેસ નોંધાયા છે, તો આ દરમિયાન કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 81 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 8 લાખ 15 હજાર 213 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8 લાખ 25 હજાર 445 કેસ નોંધાયા છે. રાજ્યના 28 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 3 કેસ નોંધાયા છે. તો વડોદરા જિલ્લામાં 4 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ એક-એક અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 151 છે. જેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ પણ 99 ટકા સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 7 લાખ23હજાર 980 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 77 લાખ 42હજાર 696 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)