Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના આટલા કેસો અને મુત્યુના આંકડા નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના આટલા કેસો અને મુત્યુના આંકડા નોંધાયા

Face Of Nation, 04-10-2021:  ભારતમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટ્યા બાદ ફરીથી વધ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 20,799 નવા કેસ અને 180  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,64,458 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 12,297 નવા કેસ નોંધાયા હતા અને 74 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 31 લાખ 21 હજાર 247

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 64 હજાર 458

કુલ મોતઃ 4 લાખ 48 હજાર 997

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)