Home News દેશમાં 24 કલાકમાં 45 હજાર નવા કેસ અને આટલા મુત્યુ નોંધાયા..

દેશમાં 24 કલાકમાં 45 હજાર નવા કેસ અને આટલા મુત્યુ નોંધાયા..

Face Of  Nation, 03-09-2021:  હવે ભારતમાં દરરોજ લગભગ 45 હજાર નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કર્યો હતો. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 45,352 નવા કોરોના કેસ સામે આવ્યા છે. આના એક દિવસ પહેલા 47,092 કેસ આવ્યા હતા. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 366 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 34,791 લોકો કોરોનાથી સાજા પણ થયા છે એટલે કે 10,195 એક્ટિવ કેસ વધ્યા છે.

હવે દેશમાં ફરી રિકવરી કરતાં વધુ નવા કોરોના કેસ આવી રહ્યા છે, જેના કારણે એક્ટિવ કેસ વધી રહ્યા છે. કોરોના એક્ટિવ કેસોની સંખ્યા હવે વધીને ચાર લાખ થઈ ગઈ છે. આ કિસ્સામાં ભારત હવે સાતમા સ્થાને આવી ગયું છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 29 લાખ 3 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 39 હજાર 895 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 20 લાખ 63 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખ છે. કુલ 3 લાખ 99 હજાર 778 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાના કુલ કેસ – ત્રણ કરોડ 29 લાખ 3 હજાર 289

કુલ ડિસ્ચાર્જ – ત્રણ કરોડ 20 લાખ 63 હજાર 616

કુલ એક્ટિવ કેસ – ત્રણ લાખ 99 હજાર 778

કુલ મૃત્યુ – ચાર લાખ 39 હજાર 895

કુલ રસીકરણ – 67 કરોડ 9 લાખ 59 હજાર ડોઝ આપ(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)વામાં આવ્યા હતા