Face Of Nation, 04-08-2021: ગુજરાતમાં કોરોના હવે ધીમે-ધીમે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 15 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 28 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,665 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં 98.75 ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે.
જો રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ 213 એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 208 લોકો સ્ટેબલ છે. 8,14,665 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.
વડોદરામાં 4, અમદાવાદમાં 3, સુરતમાં 2, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં 0 કેસ નોંધાયો છે. તો બીજી તરફ રાજ્યમાં ડિસ્ચાર્જ થા દર્દીઓની સંખ્યા 28 છે. જેમાં વડોદરામાં 4, અમદાવાદમાં 7, સુરતમાં 7, ગીર સોમનાથમાં 2, જૂનાગઢમાં 1, કચ્છમાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 3 અને રાજકોટમાં 2 દર્દી ડીસ્ચાર્જ થયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)