Home News રાજ્યમાં કોરોનાના આજે માત્ર 24 કેસ નોંધાયા, આટલા દર્દીઓ થયા સાજા

રાજ્યમાં કોરોનાના આજે માત્ર 24 કેસ નોંધાયા, આટલા દર્દીઓ થયા સાજા

Face Of Nation, 05-08-2021: કોરોનાએ દેશભરમાં તેનો કહેર મચાવી રાખ્યો હતો પરંતુ રાજ્યમાં આજે કોરોનાના માત્ર 24 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 31 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,14,696 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજના દિવસમાં 8,81,446 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 206 કેસ એક્ટિવ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 200 નાગરિકો સ્ટેબલ છે. 8,14,696 દર્દીઓ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10076 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. જે ગુજરાત માટે ખુબ જ રાહતના સમાચાર છે.

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્ક્સ પૈકી 161 લોકોને પ્રથમ ડોઝ અને 7561 વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 114563 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 73187 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 352483 નાગરિકોને રસીનો પ્રથમ અને 33491લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 5,81,446 કુલ રસીના ડોઝ આજના દિવસમાં નાગરિકોને અપાયા છે. જ્યારે અત્યાર સુધી 3,50,0,034 રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાઇ ચુક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)