Face Of Nation, 23-11-2021: દેશમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટાંના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલમાં ટામેટાંના ભાવ કિલોદીઠ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. દેશમાં સૌથી મોંઘાં ટામેટાં આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરમાં વેચાઈ રહ્યાં છે. અહીં ટામેટાંનો ભાવ 113 રૂપિયે પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ ટામેટાં 65થી 90 રૂપિયા પ્રતિકિલો થઈ ગયાં છે.એક તરફ, મોંઘવારીએ માજા મૂકી છે. શાક માર્કેટમાં સામાન્ય રીતે 20થી 30 રૂપિયે કિલો મળતાં ટામેટાંના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમા પણ ટામેટાંના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમા પણ ટામેટાંનો ભાવ પ્રતિ કિલો 80થી 100 રૂપિયાએ પહોંચ્યો છે.
જથ્થાબંધ શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે નવા પાક માટે લોકોએ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે, કારણ કે નવા પાકનું વાવેતર 15 ઓક્ટોબરની આસપાસ કરવામાં આવ્યું છે, જેને તૈયાર થવામાં ઓછામાં ઓછો 3 મહિનાનો સમય લાગશે. લગ્નની મોસમ હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ ખૂલ્યા બાદ એની માગ વધી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)