Home Politics કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી કેબિનેટમાંથી આપ્યુ રાજીનામું, કુમારસ્વામીએ...

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી કેબિનેટમાંથી આપ્યુ રાજીનામું, કુમારસ્વામીએ કહ્યું મામલાનું સમાધાન થઈ ગયું સરકારને કોઈ જોખમ નથી

કુમારસ્વામી સરકારમાં મંત્રી અને અપક્ષ ધારાસભ્યએ સોમવારે સમર્થન પાછું ખેંચ્યુ
21 મંત્રીઓના રાજીનામા બાદ કોંગ્રેસ-જેડીએસના દિગ્ગજ ધારાસભ્યોને સરકારમાં સામેલ કરવાના એંધાણ
કોંગ્રેસના સાસંદ ડીકે સુરેશે કહ્યું કે, ભાજપ નથી ઈચ્છતી તે કોઈ વિપક્ષી પાર્ટી સત્તામાં રહે

Face Of Nation:કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે કોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ તેની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના કર્ણાટકના પ્રભારી કેસી વેણુગોપાલે કહ્યું કે, સરકાર બચાવવા અને ભાજપને રોકવા માટે અમારા ધારાસભ્યોએ મંત્રી પદ છોડ્યા છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, આ મામલાનું સમાધાન થઈ ગયું છે.આ સરકારને કોઈ જોખમ નથી. સરકાર સરળતાથી ચાલશે.

સોમવારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાને સોંપેલા પત્રમાં કહ્યું કે, મેં કુમારસ્વામી સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું છે. જો ભાજપ સરકાર ઈચ્છશે તો હું તેમનો સાથે આપીશ. તો બીજી બાજુ કોંગ્રેસ સાંસ ડીકે સુરેશે દાવો કર્યો છે કે કોંગ્રેસના તમામ મંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ભાજપ નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષી પાર્ટી કોઈ રાજ્ય અથવા કેન્દ્રની સત્તામાં હોય. તે લોકતંત્રને ખતમ કરી રહી છે. આ પહેલા કોંગ્રેસ અને જેડીએસના 12 ધારાસભ્યો પોતાની વિધાનસભા સભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે. મંત્રી જમીર અહેમદ ખાનના કહ્યાં પ્રમાણે, જેટલા ધારાસભ્યો ભાજપ કેમ્પમાં ગયા, તેમાંથી 6-7 આજ સાંજ સુધી પાછા આવી જશે. આ પહેલા કોંગ્રેસ અને JDS ધારાસભ્ય પોતાના પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે.

કોંગ્રેસની સામે સરકાર બચાવવાનો પડકારઃ હવે જેડીએસ નેતા અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સિવાય કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા સામે સરકાર બચાવવા માટેનો પડકાર છે. રાજ્યમાં સરકાર બનાવવા અને બચાવવા માટે ભાજપ અને જેડીએસમાં બેઠકોનો સિલસિલો ચાલુ છે. સોમવારે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પોતાના આવાસ પર કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને નાસ્તા પર બોલાવ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, મંત્રી ડીકે શિવકુમાર, યૂટી ખાદર, શિવશંકરા રેડ્ડી, વેંકટરમનપ્પા, જયમાલા, એમબી પાટિલ, કેબી ગૌડા, રાજશેખર પાટિલ હાજર રહ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને સલાહ આપતા કહ્યું કે, ગઠબંધન સરકારને બચાવવા માટે મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવી શકાય.

કર્ણાટક વિધાનસભાની હાલની સ્થિતિ

પાર્ટી સીટ
ભાજપ 105
કોંગ્રેસ 78
જેડીએસ 37
બસપા 1
કેપીજેપી 1
અપક્ષ 1
કોંગ્રેસે 9 જુલાઈના રોજ ધારાસભ્યોની બેઠક બોલાવીઃ ભાજપે કોંગ્રેસ-JDS ધારાસભ્યોના રાજીનામાને કોંગ્રેસનું નાટક કહ્યું હતું. કેન્દ્રીય મંત્રી પ્રહ્યાદ જોશીએ કહ્યું કે, કોંગ્રેસ લાલચી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા માટે આ નાટક કરી રહી છે. આ સાથે કોંગ્રેસે 9 જુલાઈએ ધારાસભ્ય દળની એક બેઠક બોલાવી છે. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આમા સામેલ ન થનારા ધારાસભ્યો પર કડક પગલા લેવામાં આવશે.

ખડગેને સમર્થન આપવા માટે જેડીએસ તૈયારઃ કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યના રાજીનામા બાદ દેવગૌડાએ શનિવાર રાતે સોનિયા ગાંધી સાથે વાત કરીને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે ખડગેને સમર્થન આપવાની વાત કહી હતી. સૂત્રોએ જણાવ્યું કે, સોનિયા ગાંધીએ રાતે જ પાર્ટીની કોર સમિતિની બેઠક બોલાવી અને તેમાં ગૌડાના સૂચન પર વિચાર કર્યો. બેઠકમાં ખડગેને કર્ણાટક મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી રાજ્યમાં ગઠબંધન સરકારને બચાવી શકાય.

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અપિવત્રઃ ભાજપ- કેન્દ્રીય મંત્રી જોશીએ કહ્યું કે, આ અપવિત્ર ગઠબંધન છે. કોંગ્રેસ કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા માટે આ કરી રહી છે. સાથે જ ધારાસભ્યોના રાજીનામા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હોવાના આરોપ અંગે જોશીએ કહ્યું કે, આ ખોટું છે, કોંગ્રેસ પાર્ટીની પાસે હવે કોઈ નેતા વધ્યો નથી.

ધારાસભ્યોના રાજીનામા ઓપરેશન કમલનો ભાગઃ સિદ્ધારમૈયા

ધારાસભ્યોના રાજીનામાને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. સિદ્ધારમૈયા કહ્યું કે, એ સ્પષ્ટ છે કે આ તમામની પાછળ ભાજપનો હાથ છે. આ ઘટનાઓ ઓપરેશન કમળનો જ એક ભાગ છે. ચિંતા કરવા જેવું કઈ નથી, બધું બરાબર છે. અહીં કર્ણાટક સરકારને કોઈ ખતરો નથી.
આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી ડીકે શિવકુમારે જેડીએસ નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા સાથે તેમના આવાસ પર જઈને મુલાકાત કરી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બન્ને નેતાઓ વચ્ચે રાજકીય પરિસ્થિતીઓ અંગે ચર્ચા થઈ હતી. સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાર્ટી કાર્યલાયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓની માગ છે કે કોંગ્રેસના ધારાસભ્યો પોતાનું રાજીનામું પાછું લઈ લે.
જેડીએસના ધારાસભ્યએ 14 રાજીનામાનો દાવો કર્યો

શનિવારે કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ પહેલા સોમવારે કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહે પણ રાજીનામું આપી દીધું છે. જો કે, જેડીએસના દિગ્ગજ નેતા એચ વિશ્વનાથે આનંદ સિંહ સહિત 14 ધારાસભ્યોના રાજીનામાનો દાવો કર્યો છે. જેડીએસ ધારાસભ્ય એચ વિશ્વનાથે કહ્યું હતું કે, અત્યાર સુધી 14 ધારાસભ્યો સરકારને રાજીનામું આપી ચુક્યા છે. અમે રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી છે. અમે સ્પીકરને રાજીનામું સ્વીકાર માટે પણ અપીલ કરી છે. તેમણે આ અંગે મંગળવાર સુધી નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. ગઠબંધન સરકાર કર્ણાટકના લોકોની આશા પર ખરી ઉતરી નથી.
સ્પીકર રમેશ કુમાર તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારશે તો, કુમારસ્વામીની સરકાર મુશ્કેલીમાં મુકાઈ જશે.કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અમેરિકાથી પાછા આવ્યા છે.