Home Politics કર્ણાટકમાં રાજકીય કમઠાણ,14 ધારાસભ્યોના રાજીનામા બાદ કેવો રચાશે રાજકીય ચક્રવ્યુ

કર્ણાટકમાં રાજકીય કમઠાણ,14 ધારાસભ્યોના રાજીનામા બાદ કેવો રચાશે રાજકીય ચક્રવ્યુ

જો રાજીનામા સ્વીકારવામાં આવે તો ભાજપને સરકાર રચવાની તક વધુ પ્રબળ બનશે

Face Of Nation:કર્ણાટકની રાજનીતિમાં સરકાર બન્યા બાદ ત્રીજી વાર ઉલટફેર થયો. શનિવારે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરના 14 ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી દીધું. અત્યાર સુધી 11 ધારાસભ્યોએ રાજીનામા વિધાનસભા સ્પીકર રમેશ કુમારના ટેબલ પર છે. રમેશ કુમારે કહ્યું કે તેઓ આ રાજીનામા પર મંગળવારે નિર્ણય લેશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિધાનસભા સ્પીકરની સમક્ષ વધુ ત્રણ રાજીનામા પહોંચ્યા છે.

બીજી તરફ, રાજીનામું આપનારા 14માંથી 10 ધારાસભ્ય સ્પેશલ ફ્લાઇટમાં મુંબઈ ચાલ્યા ગયા છે. પહેલા અહેવાલ હતા કે તમામ ધારાસભ્ય ગોવા ગયા. આ રાજીનામા એવા સમયે આવ્યા જ્યારે કોંગ્રેસ અને જેડીએસના મોટા નેતા દેશમાં નથી. એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ, બ્રિટન હતા તો રાજ્યના સીએમ એચડી કુમારસ્વામી અમેરિકામાં હતા.

જેડીએસ નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ આ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ ટિપ્પણી કરવા પર મનાઈ કરી દીધો તો બીજી તરફ કોંગ્રેસના કર્ણાટક એકમના રાજ્ય પ્રભારી કેસી વેણુગોપાલ, બેંગલુરુ પહોંચયા અને ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી. અહેવાલ છે કે કોંગ્રેસના ધારાસભ્યોને શનિવાર-રવિવારની રાતે સ્પેશલ ફ્લાઇટથી કોઈ બીજા રાજ્યમાં મોકલવામાં આવશે. જોકે, આ અહેવાઇલની પુષ્ટિ નથી થઈ શકી.

હવે શું થશે વિધાનસભાનો હાલ?

શનિવારે આ રાજીનામા પહેલા 224 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં 78 સીટ કોંગ્રેસ, 37 જેડીએસ, બસપા 1, અપક્ષ 2, ભાજપ 105 અને અન્યના ખાતામાં કુલ 1 સીટ છે. ગઠબંધનનો દાવો છે કે તેમના સમર્થનમાં 118 ધારાસભ્ય છે.

જો આ રાજીનામા સ્વીકારી લેવાય છે તો ગૃહની કુલ ધારાસભ્યોની સંખ્ય ઘટીને 210 થઈ જશે. ત્યારબાદ બહુમત માટે 113ને બદલે 106 સીટોની જરૂર રહેશે. એવું થતાં કોંગ્રેસ-જેડીએસ સરકારમાં ધારાસભ્યોની સંખ્યા 104 જ રહી જશે, જે બહુમતથી બે સીટ ઓછી હશે.

ભાજપ પાસે 105 સીટો

બીજી તરફ, ભાજપની પાસે પોતાની 105 સીટો છે એવામાં તેમને માત્ર 1 ધારાસભ્યની જરૂર છે. જો તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવે છે તો એક તરફ જ્યાં ભાજપ માટે સરકાર રચવાની તક વધી જશે તો બીજી તરફ કોંગ્રે-જેડીએસની સરકાર પડી જશે.

રાજીનામું આપનારા કોંગ્રેસના ધારાસભ્યોમાં પ્રતપાગૌડા પાટીલ (મસ્કી), બી સી પાટીલ (હિરેકેરુર), રમેશ જરકીહોલી (ગોકક), શિવરામ હેબ્બર (યેલ્લાપુર), મહેશ કુમતાહલ્લી (અથાની), રામાલિંગા રેડ્ડી (બીટીએમ લાયૌટ), એસ ટી સામશેકર (યશવંતપુર) અને એસ એન સુબ્બા રેડ્ડી (કોલારમાં કેજીએફ) સામેલ છે. કોંગ્રેસ ધારાસભ્‍ય આનંદ સિંહે પણ પહેલી જુલાઈએ રાજીનામું આપ્યું હતું. તેમેણ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું હતું એવામાં તેમનું રાજીનામું સ્વીકારાયું છે.

બીજી તરફ, જેડીએથી નારાયણ ગૌડા, ગોપાલૈયા અને એચ વિશ્વનાથે રાજીનામું આપ્યું છે.