Face Of Nation: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવાના સંકેત આપ્યા. તેમણે રવિવારે મંડ્યાની સભામાં કાર્યકરોને કહ્યું કે હવે આપણે કોઇ ગઠબંધનની જરૂર નથી. મારે સત્તા નહીં, તમારો પ્રેમ જોઇએ. અગાઉ તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણ છોડીને શાંતિથી જીવવાનું વિચારી રહ્યા છે.
આ અંગે ભાજપના નેતા જગદીશ શેટ્ટારે કહ્યું કે કુમારસ્વામી સત્તા ગુમાવ્યા બાદ ઘણી વાર મગરના આંસું વહાવી ચૂક્યા છે. આખો દેવગૌડા પરિવાર નાટકબાજ છે. 23 જુલાઇએ ફ્લોર ટેસ્ટ દરમિયાન કુમારસ્વામીની ગઠબંધન સરકાર ગબડી હતી.