Home Politics સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત: ભાજપના 2 પૂર્વ મંત્રી કુંવરજી અને પરસોત્તમ...

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત: ભાજપના 2 પૂર્વ મંત્રી કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસના સંપર્કમાં?

Face Of Nation 30-03-2022 : ચૂંટણી પહેલા કોંગ્રેસ હાલ ગુજરાતમાં એક બાદ એક સમાજ આધારિત રાજકીય સમીરકણો ગોઠવી મજબૂતાઈ ઉતારવાની ફિરાકમાં છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આગમનની વાત વચ્ચે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ સાથે છેડો ફાડી મંત્રીની સીટ પર બેસનાર કુંવરજી બાવળીયા હવે ફરી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટનો બીજો મોટો ચહેરો પરસોતમ સોલંકી પણ ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી શકે તેવા વરતારા દેખાઈ રહ્યા છે.
રઘુ શર્મા સાથે થઇ ટેલિફોનિક વાતઃ સૂત્ર
કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે તેવી વાત સૂત્રો દ્વારા મળી રહી છે. આ બંને નેતાઑને ભાજપમાં સાઈડલાઈન કરવામાં આવતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે .તેથી સૌરાષ્ટ્રના નેતાઓની મદદથી રઘુ શર્મા સાથે ટેલિફોનિક વાત થઇ ગઈ છે. જો નરેશ પટેલ, કુંવરજી અને પરસોત્તમ સોલંકી કદાચ કોંગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં ભાજપનો ખેલ ઊંધો પડી શકે તેમ છે.
3 નેતાઓ કોંગ્રેસમાં જોડાય તો મતોનું ધ્રુવીકરણ પાક્કું
કોંગ્રેસ હાલ ગુજરાતમાં નરેશ પટેલથી પાટીદાર મત, કુંવરજી બાવળીયા અને પરસોતમ સોલંકીના કોળી મતને પાક્કા કરવાની ફિરાકમાં છે જો આ ત્રણેય નેતાઑ કોંગ્રેસમાં જોડાયતો મતોનું ધ્રુવીકરણ પાક્કું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આદિવાસી નેતા છોટુ વસાવાના પણ સંપર્કમાં કોંગી નેતાઓ હોવાની વાતો થઈ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).