Face Of Nation 13-04-2022 : આજે પાટનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની માહિતી આપતા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યું છે. ગ્રામ્યસ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી અને હેન્ડપંપ રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે જેના પર નાગરિકોને પોતાની રજૂઆત કરી શકશે જેનો સત્વરે નિકાલ કરાશે.
કચ્છમાં ૩૬ ટેન્કરો દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું છે કે ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાંના પાણીની કોઈ તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન કરવા સંબંધિતોને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સાથે સાથે પાણીનો બગાડ ન કરવા પણ નાગરિકોને અપીલ કરાઇ છે. ટેન્કરો દ્વારા પાણી આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું છે કે હાલ કચ્છ જિલ્લામાં ૩૬ ટેન્કરો દ્વારા ૧૧૪ ફેરા થકી આશરે ૨૧ ગામોમાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).