Face Of Nation, 07-09-2021:ઠેકઠેકાણે વેચાતી ચટાકેદાર પાણીપુરી ખાતા પહેલા હવે લોકો ચેતી જજો કેમ કે તમે કદી પણ નહીં સાંભળ્યું હોય તેવા બેક્ટેરિયા પાણીપુરીમાં જોવા મળ્યા છે. પાણીપુરીમાંથી અલગ પ્રકારના બેકટેરિયા હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો છે. રંગીલા રાજકોટના લોકો પાણીપુરી ખાવાના પણ ભારે શોખીન છે ત્યારે હવે પાણીપુરી ખાતા પહેલા ચકાસણી કરવી જરૂરી બની છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થઈ રહેલી ખાણી પીણીની ચકાસણી દરમિયાન લેવાયેલ પાણીપુરીના નમૂનાઓમાં ગંભીર પ્રકારના બેકટેરિયા જોવા મળ્યા હતા. શહેરના અલગ અલગ 4 જેટલા સ્થળોએથી લેવાયેલા નમૂનાઓ રાજ્ય સરકારની લેબોરેટરીમાં નાપાસ થયા છે.
આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પાણીપુરીના 5 નમૂનાઓ નાપાસ થયા છે. જેમાં
(1) પાણીપુરીનો માવો જય જલારામ પાણીપુરી,
(2) ખજુરનું મીઠુ પાણી સાધના ભેળ બોમ્બે હોટલની બાજુમાં ગોંડલ રોડમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા.
(3) પાણીપુરીનો બટેટાનો મસાલો બોમ્બે સ્ટાઈલ ભેળવાળા સર્વેશ્વર ચોકમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા.
(4) ખજુરની ચટણી નારાયણ દિલ્હી ચાટવાલા, ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા.
(5) પાણીપુરીનો બટેટાનો મસાલો નારાયણ દિલ્હી ચાટવાલા, ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. જેને કારણે નમૂનો નાપાસ થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)