Home Crime પોલીસે મહિલા કોન્સ્ટેબલને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી, અનેકવાર દુષ્કર્મ ગુજાર્યુ

પોલીસે મહિલા કોન્સ્ટેબલને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી, અનેકવાર દુષ્કર્મ ગુજાર્યુ

Face Of Nation, 09-10-2021: ભુજમાં ખાખી શર્મશાર થયાની ઘટના સામે આવી  છે. જતીન ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર  અનેકવાર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. કોન્સ્ટેબલે લગ્નની લાલાચ આપીને વિવિધ જગ્યાઓએ લઇ જઇને શરીર સુખ માણ્યુ હતુ. જોકે, પોલીસ કોન્સ્ટેબલે યુવતી સાથે વિશ્વાસઘાત કરીને અન્ય સાથે લગ્ન કરી લીધા છે જે બાદ યુવતીને ધમકાવતા કહ્યું હતુ કે, કોઇને કહીશ તો  જાનથી મારી નાંખીશ. આ અંગે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ પોલીસ કોન્સ્ટેબલ જતીન ચૌહાણ પર ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભૂજ પોલીસ લાઇનમાં રહેતા જતીન બધાભાઇ ચૌહાણે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમનું નાટક કર્યુ હતુ. જે બાદ લગ્નની લાલચ આપીને પોલીસ ક્વાર્ટર,ખાવડા પોલીસ લાઈન,અમદાવાદ, રાજકોટ અને ભાવનગર લઇ જઇને મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે બાદ કોન્સ્ટેબલે અન્ય યુવતી સાથે લગ્ન કરીને પ્રેમિકા યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. લગ્ન કરી લીધા બાદ જતીને યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, યુવતીએ ગભરાયા વગર તેને છેતરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે.

હાલ આ પોલીસ કોન્સ્ટેબલ યુવાન ફરાર છે. પોલીસે તેની સામે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હાલ આ ખબરથી પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)