Face Of Nation, 09-10-2021: ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કથિત રીતે હત્યા કરી છે તેમને અપરાધી માનતો નથી. કારણ કે તેમણે પ્રદર્શનકારીઓની ઉપર કાર ચડાવવાની પ્રતિક્રિયામાં આવું કર્યું હતું.
પત્રકારો દ્વારા પૂછાયેલા એક સવાલના જવાબમાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે લખીમપુર ખીરીમાં કારના એક કાફલાએ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેના જવાબમાં ભાજપાના બે કાર્યકર્તા માર્યા ગયા. આ ક્રિયાના બદલે પ્રતિક્રિયા હતી. હું હત્યામાં સામેલ લોકોને અપરાધી માનતો નથી.
સંયુક્ત કિસાન મોરચાના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમને લોકોના મોત પર દુખ છે પછી તે ભાજપા કાર્યકર્તા હોય કે કિસાન. આ દુર્ભાગ્યપૂર્ણ હતું અને અમને આશા છે કે ન્યાય મળશે. કિસાન નેતાઓએ શનિવારે માંગણી કરી કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેના પુત્રની લખીમપુર ખીરી હિંસા મામલામાં ધરપકડ કરવામાં આવે.
કિસાન નેતાઓએ કહ્યું કે આ ઘટના સુનિયોજિત ષડયંત્ર હતું. યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અજય મિશ્રાને સરકારમાંથી હટાવી દેવો જોઈએ કારણ કે તેમણે ષડયંત્ર રચ્યું અને તે આ મામલામાં દોષિતોને બચાવી રહ્યા છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા 15 ઓક્ટોબરે દશેરાના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પૂતળું સળગાવીને વિરોધ પ્રદર્શન કરશે.