Home Uncategorized લખીમપુર કાંડમાં BJP નેતા સહિત 4 લોકોની ધરપકડ, ખેડૂત પ્રદર્શનકારીઓને કચડનારી કારમાં...

લખીમપુર કાંડમાં BJP નેતા સહિત 4 લોકોની ધરપકડ, ખેડૂત પ્રદર્શનકારીઓને કચડનારી કારમાં હતા સવાર

Face Of Nation, 19-10-2021: ઉત્તર પ્રદેશમાં થયેલા લખીમપુર કાંડમાં કારથી ખેડૂત પ્રદર્શનકારીઓને કચડવાના આરોપમાં ક્રાઈમ બ્રાન્ચે એક ભાજપના નેતા સુમિત જયસ્વાલ સહિત ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે. કહેવાય છે કે આ ઘટના સમયે સુમિત જયસ્વાલ તે જ કારમાં સવાર હતો જેનાથી ખેડૂત પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા.

અત્રે જણાવવાનું કે સુમિત જયસ્વાલ સાથે અંકિત દાસનો મિત્ર નંદન સિંહ, સત્યપ્રકાશ અને સ્કોર્પિયો ડ્રાઈવર શિશુપાલ પણ ધરપકડ કરાયા છે. ક્રાઈમ બ્રાન્ચે સત્યપ્રકાશ પાસેથી એક લાઈસન્સી રિવોલ્વર અને 3 કારતૂસ જપ્ત કર્યા છે. લખીમપુર હિંસા સમયે સુમિત જયસ્વાલનો થારથી ભાગતો વીડિયો વાયરલ થયો હતો.

આરોપી અંકિત દાસ પહેલેથી જ જેલમાં છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાનો મિત્ર અંકિત દાસ હિંસાના 24 કલાક બાદ સ્પષ્ટતા કરતો જોવા મળ્યો હતો. સુમિત જયસ્વાલનું કહેવું હતું કે ખેડૂત પ્રદર્શનકારીઓ તેમની ગાડી પર ખુબ પથ્થરમારો કરી રહ્યા હતા. આ જ કારણે અચાનક કારનું સંતુલન બગડી ગયું અને ખેડૂત પ્રદર્શનકારીઓ તેમની ઝપેટમાં આવી ગયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)