Face Of Nation 26-02-2022 : કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી વિજાપુરના ભરતભાઈ નામના હરિભક્તને ધર્મસભા નહીં કરવા મામલે ધમકાવતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ મામલે ફેસ ઓફ નેશને સમાચાર રજૂ કરતા જ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેના ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા જેને લઈને વિજાપુરના હરિભક્ત ઉપર દબાણ લાવીને એક નિવેદન જાહેર કરાવવામાં આવ્યું છે. હરિભક્ત અને બે સાક્ષીઓની સહી સાથે આ હરિભક્તનું નિવેદન હાલ સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ કરવામાં આવ્યું છે અને હરિભક્તોને આડકતરી રીતે એવો સંદેશો પણ આપી દેવામાં આવ્યો છે કે, સંપ્રદાયની વિરુદ્ધમાં કે લાલજી કે આચાર્યની વિરુદ્ધમાં કોઈ બોલશે તો તેને જાહેરમાં માફી મંગાવી પડશે.
વિજાપુરના હરિભક્તને ખખડાવવાની બાબત એટલી જ હતી કે, વિજાપુરના સત્સંગીઓએ અવારનવાર કાળુપુરના સંતોનો કથા-વાર્તા માટે સંપર્ક કર્યો તેમ છતાં તેમને કોઈએ ભાવ ન આપ્યો ત્યારે આખરે હરિભક્તોએ વડતાલના હરિકૃષ્ણ સ્વામીને કથા-વાર્તા કરવા માટેનું આમંત્રણ આપીને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે લાલજીને પસંદ ન પડતા અને પોતાના અહમને ઠેસ પહોંચી હોવાનું લાગતા તેને હરિભક્તને રીતસર ખખડાવી નાખ્યા હતા. હરિભક્તને ખખડાવ્યા બાદ આ સમગ્ર વાતચીતનું કોલ રેકોર્ડિંગ થતા હરિભક્ત ઉપર ચો તરફથી દબાણ વધી ગયું હોવાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. આ દબાણને વશ થઈને અને સંપ્રદાયના લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે થઈને હરિભક્તે એક નિવેદન જાહેર કર્યું છે.
હજ્જારોની સંખ્યામાં જે સંપ્રદાયના અનુયાયીઓ હોય તે સંપ્રદાયના વડા કે ગાદીપતિને ક્યારેય ન શોભે તેવી ભાષામાં લાલજીએ વાત કરી હતી. જે યોગ્ય કદાપિ નહોતી તેમ છતાં હરિભક્તને માફી માંગવાનો વારો આવ્યો તે મામલે પણ સંપ્રદાયમાં ઘણો ગણગણાટ શરૂ થયો છે. હાલ લાલજીની આ ઓડિયો ટેપ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચાનો મુદ્દો બની છે. ખેર ! ભક્તો ઝૂકતા રહેશે ત્યાં સુધી આવા લાલજીઓનો વાળ પણ વાંકો થશે નહીં અને ધર્મના નામે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર પ્રભુત્વ ધરાવશે તેમ કહેવામા પણ કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે
કાલુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ, વિદેશથી 30 લાખ ભક્તો દર્શનનો લાભ લેશે